જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના વાયરસ પોઝીટીવ કેસ નોંધાયા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોના રિપોર્ટ પણ વહેલો આવવો જરૂરી છે. જેથી, દર્દીની સારવાર જલ્દીથી ચાલુ થઇ શકે અને કોરોનાનો ફેલાવો અટકાવી શકાય.
ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, રાજકોટની જેમ મોરબીને પણ રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. આ રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તે માત્ર 30 મિનિટમાં જાણવા મળે છે. સરકાર દ્વારા મોરબી જિલ્લાને હાલમાં 200 રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. ગઈકાલે કીટ દ્વારા 15 રેપિડ ટેસ્ટ કરવામાં આવેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide