વીસી હાઈસ્કૂલ અને ઘુંટુ પોલીસટેકનિક રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરે કામગીરીનો પણ ધમધમાટ
મોરબી : મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોય આજે સવારથી વીસી હાઈસ્કૂલ અને ઘુંટુ પોલીસટેકનિક રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરે કામગીરીનો ધમધમાટ ચાલુ થયો હતો અને કુલ બાવન રૂટ ઉપર મતદાન પ્રક્રિયાં માટે ઈવીએમ સહિતની સાધન સામગ્રી સાથે ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ રવાના કરાયો હતો.
મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને હવે ઘડીયો ગણાય રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જેમાં આજે સવારે રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરો ઉપરથી પોલિંગ સહીતનો સ્ટાફને ઇવીએમ મશીનો સાથે પોલીસની સુરક્ષા વચ્ચે તમામ મતદાન બુથો ઉપર રવાના કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી સ્ટાફ આજે તેમના નિર્ધારિત બુથ ઉપર પહોંચીને ચૂંટણીની કામગીરી સાંભળી લેશેન. જોકે ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલીગ સ્ટાફને ચૂંટણી અંગે ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ કોરોનાને ધ્યાને લઈને તમામ મતદાન બુથોને સેનીટાઇઝ કરાયા છે. દરેક મતદાન બુથો લોખંડી સુરક્ષા વચ્ચે આવતીકાલે રવિવારે 230 બેઠકો ઉપર મતદાન થશે.
રવિવારે યોજાનાર ચૂંટણી માટે આજે શનિવારે સવારે મોરબી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 1થી 7 માટે ઇવીએમ યુનિટો જે-તે વોર્ડમાં બુથ વાઇઝ મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોવિડ ગાઈડલાઇન્સની જાળવણી માટે તમામ વોર્ડમાં એકસાથે ઇવીએમ ન મોકલતા બે તબક્કે ચૂંટણી સ્ટાફને શહેરની વી.સી. હાઈસ્કૂલમાં બોલાવવામાં આવ્યો હતો. જેમાં પહેલો સ્લોટ સવારે 9 વાગ્યે ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજો સ્લોટ 10:30 કલાકે ફાળવવામાં આવ્યો હતો. જ્યારે મોરબી પાલિકાના વોર્ડ નંબર 8 થી 13 માટે ઘુંટુ સ્થિત પોલીટેલનીકલ કોલેજ ખાતેથી ઇવીએમ યુનિટો રવાના કરાયા હતા. આ ઉપરાંત તમામ જિલ્લા અને તાલુકા પંચાયતના મતદાન મથકોના ઇવીએમ પણ ઘુંટુથી રવાના કરવાની પ્રક્રિયા તબક્કા વાઇઝ હાથ ધરાઈ છે. બપોર સુધીમાં તમામ રૂટ પર ઇવીએમ યુનિટો મોકલવાની પ્રક્રિયા પણ આટોપી લેવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide