વાંકાનેર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં નીલ ગાયનું બચ્ચું મળી આવતા આશ્ચર્ય

0
59
/

ગાત્રાળ મંદિરના માર્ગ પરથી મળી આવેલ બચ્ચાને સેવા ગ્રૂપ દ્વારા વન વિભાગને સોંપાયુ

વાંકાનેર : હાલ વાંકાનેરનાં ગઢીયા વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં નીલ ગાયનું બચ્ચું મળી આવતા સેવા ગ્રૂપનાં સભ્યો દ્વારા તાકીદે સ્થળ પર પહોંચી જઈ વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.

વાંકાનેરનાં ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલ ગાત્રાળ મંદિરનાં માર્ગ પાસેથી લોહી લુહાણ હાલતમાં એક નીલ ગાયનું બચ્ચું પડયું હોવાની જાણ થતાં વાંકાનેર સેવા ગ્રૂપનાં સભ્યો તાકીદે સ્થળ પર પહોંચી જઈ ઈજાગ્રસ્ત બચ્ચાને તાકીદે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું હતું. વાંકાનેર પંથક ફરતે ડુંગરાળ વિસ્તાર હોય નીલ ગાય જોવા મળે છે ત્યારે આ નીલ ગાય કેવી રીતે ઈજાગ્રસ્ત થયું તે બાબતે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/