મોરબી : મોરબીના પંચાસર રોડ પર શ્રીમદ રાજનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય નટુભાઇ વિનોદભાઇ પિત્રોડા ગત તા. 15ના રોજ રાતના સવા વાગ્યા આસપાસ પોતાના ઘરેથી રાત્રીના પોતાનુ મોટર સાયકલ સ્પલેન્ડર GJ-36-k-5391 વાળુ લઇને અજાણ્યા કારણોસર કોઈને કહ્યા વિના કયાંક જતા રહેલ છે. તેઓના ઘરના સભ્યો તથા સગા-સંબધીઓએ તપાસ કરી પણ નટુભાઈનો પત્તો લાગ્યો નહતો.
આ બનાવ અંગે ગુમશુદાના મોટા ભાઈ પરેશભાઇ વિનોદભાઇ પિત્રોડા (ઉ.વ. ૩૮, રહે. એલ.ઇ. કોલેજ) એ ગઈકાલે તા. 18ના રોજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. હાલમાં પોલીસે ગુમશુદાની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે લાપત્તા નટુભાઈ શરીરે મધ્યમ બાંધાનો, વાને ઘઉ વર્ણ, મોઢુ લંબગોળ, વાળ કાળાધોળા તથા ઉંચાઈ ૫ ફુટ ધરાવે છે. તેમજ મીસ્ત્રી કામનો ધંધો કરે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide