મોરબી : પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના 4 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ

0
158
/

મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાના કેસમાં મૃતકના પિયરપક્ષે તેના પતિ સહિત 4 સાસરિયાઓ સામે ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ લેટીના કારખાનાની ઓરડીમાં રહેતી અનિતાબેન સુનિલભાઈ બિલવાલ ઉ.વ.20 નામની પરણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં મૃતકના પિયરપક્ષના પારું બુચા મોરીએ તાલુકા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરીના પતિ સુનિલભાઈ બધિયાભાઈ બિલવાલ, તથા જેઠ મનીષભાઈ બધિયાભાઈ બિલવાલ, તેમજ જેઠાણી મંજુબેન મનીષભાઈ બિલવાલ તથા દિયર ઇલ્યાસભાઈ બધિયાભાઈ બિલવાલ તેમની દીકરી પર ચારિત્ર્યની શંકા કરીને કોઈ કામ આવડતું ન હોવાના મેણાટોણા મારી શારિરીક અને માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તેથી તાલુકા પોલીસે આ આપઘાત કેસમાં પતિ સહિતના સાસરિયાઓ સામે પરણીતાને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેImage result for morbi police station

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/