મોરબીના લાતી પ્લોટમાં કેમિકલના કારખાનામાં આગ

0
74
/

મધરાત્રે લાગેલી આગથી ભારે અફડાતફડી મચી.કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલો કલર, પ્રિન્ટર સહિતનો માલ સામાન ખાક

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા કેમિકલના કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી.આ આગથી ભારે અફડાતફડી મચી ગઇ હતી.આગમાં કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલા કલર, પ્રિન્ટર સહિતની માલ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી.ફાયર વિભાગની દોઢ કલાકની જહેમતના અંતે આગ કાબુમાં આવી જતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

આ આગની ઘટનાની મોરબી ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારની શેરી નંબર-2માં આવેલ કેમિકલના કારખાનામાં ગતરાત્રે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગી હતી.આ આગે જોતજોતામાં કેમિકલના કારખાનાના ત્રણેય ગોડાઉનને લપેટી લેતા ભારે અફડાતફડી મચી ગઇ હતી.આ બનાવની જાણ થત્તા ફાયર વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર સતત પાણીનો .મારો ચલાવીને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ફાયર વિભાગની જહેમતના અંતે કેમિકલના કારખાનામાં રાત્રે દોઢ વાગ્યે લાગેલી આગ રાત્રીના 3 વાગ્યે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.ફાયર વિભાગના સુત્રોનાના જણાવ્યા મુજબ કારખાનાનાની બાજુમાં આવેલ ટીસીમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.જોકે આગમાં કોઈ જાનહાની થઈ નથી.અને આગ સમયસર કાબુમાં આવી જતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ આગમાં કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલા કલર, પ્રિન્ટર સહિતનો માલસામાન બળી ગયો
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/