મોરબીમાં પ્રજાહિતની સમસ્યાઓનો ઉકેલ નહી આવે તો જન હક આંદોલન

0
192
/

મોરબીમાં અનેક સમસ્યાઓ ઉદ્દભવી રહી છે અનેક પ્રશ્નો માટે પ્રજાજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા પણ નિરાકરણ નહી આવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જનઆંદોલન ની ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને લેખિત રજુઆત કરી ચીમકી આપી હતી.

આપ આદમી પાર્ટી મોરબીના પ્રમુખ પરેશભાઇ પારીયાએ ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, એ ગ્રેડની મોરબી નગરપાલિકાને કાયમી ચિફ ઓફિસરની નિમણુંક કરાઈ નથી જેથી આમ નાગરિકને રજુઆત કરવા જતા એક જ જવાબ મળે છે કે, ચિફ ઓફિસર નથી તેમને ચાર્જ શોંપાયો નથી વધુમાં મોરબી શહેરના મુખ્યમાર્ગોને તાત્કાલિક રીપેર કરાવવા, શહેરમાં હાલ ઠેર ઠેર ગંદકીના ગંજ ઉકરડા તરીકે પ્રખ્યાત પામી છે તે ઉકરડા નાબુદ કરવા, નગરપાલિકા દ્વારા નળ મારફતે આવતું પાણી શુદ્ધિકરણ કરાવવા, મોરબી શહેરમાં ઘણા વિસ્તારોમાં વર્ષોથી સ્ટ્રીટલાઇટો ૨૪ કલાક ચાલુ રહે છે એ બંધ કરાવવા, કોર્મશિયલ ઉપયોગમાં લેવામાં આવતી બિલ્ડીંગોની છતો ખુલ્લી કરાવવા અગેં રજુઆત કરતા આ કામો તા.૩-૬-૧૯ સુધીમાં નહી થાય તો તા.૪-૬-૧૯ થી આમ આદમી પાર્ટી ગાંધી ચીંધ્યા માર્ગે અપનાવી નગરપાલિકા સામે ધરણા, તંત્ર વિરૂધ દેખાવો, અને જરૂર પડ્યે ભુખ હડતાલ સાથે જન આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/