મોરબીમાં પ્લાયવુડ-હાર્ડવેરની દુકાનો પણ સોમવારથી બપોરે 2 પછી બંધ રહેશે: નિર્ણય

0
110
/

કોરોમાં સંક્રમણને અટકાવવા માટે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને જાહેર કર્યો સ્વૈચ્છિક નિર્ણય

મોરબી : મોરબીમાં કોરોના મહામારીએ આંતક મચાવ્યો છે ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે હોલસેલ અનાજ-કરિયાણા એસોસિએશન બાદ હવે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને પણ સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે.મોરબીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્લાયવુડ-હાર્ડવેરની દુકાનોએ પણ સોમવારથી બપોરના 2 પછી બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને ભીડ ભેગી થતી અટકાવી કોરોનાનું જોખમ અટકાવવા માટે તા.5 એપ્રિલને સોમવારથી 11 એપ્રિલ સુધી બપોરના 2 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશને તમામ વેપારીઓને સોમવારે બપોર પછી દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/