મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર પોલીસની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

0
396
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર એ ડીવી.પોલીસની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવેલ હતું

પ્રાપ્ત વિતોનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી એક બે વર્ષનો બાળક ભૂલો પડી ગયેલ હતો જેની જાણ ત્યાંની એક વ્યક્તિ દ્વારા 100 નંબર એ. ડીવી. પોલીસને કરાતા મોરબી એ ડિવિઝન 100 નંબર પોલીસ માંથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કે બે વર્ષના બાળક દાનિશ સોહીલભાઈ ને તેના વાલી જે હાલ રહે ક્રિષ્ના પાર્ક સોસાયટી વાવડી રોડ ખાતે જાણ કરી ભૂલા પડી ગયેલ બાળકને તેમના વાલી સાથે મેળાપ કરાવેલ હતો ત્યારે આ સમગ્ર સફળ કામગીરીમાં મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ વતી 100 નંબર એ ડિવી.પોલીસના ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળીયા (હેડ કોન્સ્ટેબલ) તેમજ તેમની સાથે દિલીપભાઈ જીવાભાઈ છૈયા (પો. કોન્સ્ટેબલ) એ મહેનત અને જેમ જ ઉઠાવી હતી પોલીસની આ કામગીરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/