મોરબી પોલીસે બોલેરો ચોરીના મુખ્ય સૂત્રધારનો રાજસ્થાનમાથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવ્યો

0
190
/
આરોપીએ રિમાન્ડ દરમિયાન મોરબી ઉપરાંત અન્ય શહેરોમાં બોલેરો કારની ચોરી તથા માળીયા પાસે બોલેરો કાર ચાલક પાસેથી રોડક અને દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી

મોરબી : મોરબીમાં વર્ષ 2011માં બોલેરો ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય સુત્રધારને એ ડિવિઝન પોલોસે રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવીને વિધિવત ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ મોરબી ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં બોલેરો કારની ચોરી અને માળીયા નજીક બોલેરો કાર ચાલકને બેભાન કરી રોકડ અને દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

મોરબીમાં વર્ષ 2011માં થેયલી બોલેરો ચોરીમાં મુખ્ય સુત્રધાર તરીકે જેનું નામ ખુલ્યું હતું તે આરોપી હાજીભાઈ કાસમભાઈ સમા રહે ભચાઉ કચ્છવાળો થોડા સમય પહેલા રાજસ્થાનના બાડમેર ખાતે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આથી મોરબીના બોલેરો ચોરીના કેસમા તેને ઝડપી લેવા મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર. જે. ચૌધરીની સુચનને પગલે પોલીસની એક ટીમ બાડમેર પહોંચી હતી અને આ આરોપીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી. મોરબી લાવીને વિધિવત તેની ધરપકડ કરી હતી. બાદમાં આ આરોપીએ રિમાન્ડ દરમ્યાન મોરબી, રાજકોટ, જામનગર, ભુજ, ભચાઉ વગેરે શહેરોમાં બોલેરો કારની ચોરી કર્યાની તથા વડસાલ, ખંભાત, સુરત, અમદાવાદ, વીરમગામ વગેરે જગ્યાએ લોકોને ઠંડા પીનામાં ઘેનની ગોળી પીવડાવીને રોકડ તથા દાગીનાની ચોરી કર્યાના 11 જેટલા ગુનાની કબુલાત આપી હતી. જેમાંથી આ પ્રકારનો ગુનો વર્ષ 2014માં માળીયા રોહિશાળા ગામ પાસે પણ આચર્યો હોવાની કબૂલાત આપતા માલિયાનો આ અન ડિટેકટ ગુનો ઉકેલાઈ ગયો હતો.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/