હળવદ પાલિકાનો કર્મચારી અને તેનો મીત્ર દારૂની હોમ ડિલિવરી કરતાં ઝડપાયા

0
155
/

મોરબી જિલ્લા એલસીબીએ ૧૩ બોટલ દારૂ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા

હળવદ: હળવદ પાલિકામાં ફરજ બજાવતો અને તેના મીત્રને ઇંગ્લિશ દારૂ સાથે મોરબી જિલ્લા એલસીબી ટીમે ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૧૩ બોટલ દારૂ મળી કુલ રૂપિયા ૩૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રિના મોરબી જિલ્લા એલ.સી.બી ટીમના યોગેશદાન ગઢવી,જી.કે કાણોતરા સહિતનાઓ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં હળવદ પાલિકા નો એમ્બ્યુલન્સ ચાલક ભરતભાઈ ઉર્ફે રાજુભાઈ રમણીકભાઈ જોશી રહે હળવદ અને તેનો મિત્ર નીતિનભાઈ વિનોદભાઈ ગોસાઈ રહે હળવદ વિદેશી દારૂ સાથે મળી આવતા પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી નિતીન ગોસાઈ ના ઘરેથી ૧૩ દારૂની બોટલ મળી આવી હતી જેથી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો

જ્યારે એલ.સી.બી ટીમ દ્વારા તે પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીઓ દ્વારા આ વિદેશી દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને કોને આપવામાં આવતી તેમ સહિતની તપાસ હાથ ધરાઇ છે

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ભરત ઉર્ફે રાજુ હળવદ નગરપાલિકામાં એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવતો હોય જેથી આ અંગે પાલિકા ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા એ જણાવ્યું હતું કે દારૂમાં ઝડપાયેલ આરોપી રોજમદાર તરીકે ફરજ બજાવતો હોય જેથી તેને એમ્બ્યુલન્સના ડ્રાઇવર થી છુટો કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/