મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો

0
129
/
/
/

 મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આજે પ્રોહીબીશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હોય જેમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુન્હામાં આરોપી મનસુખ ઉર્ફે તાલો કેશાભાઇ કોળી (ઉ.વ.૩૦) રહે સતાપર વાંકાનેર વાળાને સતાપરથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમના હીરાભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ કામગીરીમાં જોડાયેલ હતી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી))

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner