મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં વિદેશી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

0
79
/

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઇન્દીરાનગર વિસ્તારમાં 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એકને ઝડપી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા હુશેનભાઈ હજીભાઈ કટિયા પોતાના રહેણાંક મકાન પાછળ આવેલી ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેના ઘરે દારૂની રેડ કરીને રૂ.9 હજારની કિંમતની 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે આરોપી હુશેનભાઈ હજીભાઈ કટિયાને ઝડપી લીધો હતો.તેમજ રેડ દરમિયાન હાજર ન મળી આવેલ આરોપીઓ સાગરભાઈ કોળી અને ફારૂકભાઈ મોવર સામે ગુનો નોંધી આ બંનેને ઝડપી લેવા તપાસ શરુ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/