મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન

0
106
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું

તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં મોરબીના રાજપૂત સમાજના અગ્રણી અને હાલ શ્રી ઉદેપુર નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું અત્રે નોંધનીય છે કે જે વાલ્મિકી સમાજ દ્વારા દીકરીઓને કરિયાવર આપવામ આવેલ તેમાં પણ દાતાશ્રી તરીકે ઘનશ્યામસિંહ ઝાલા એ અનુદાન આપેલ છે તેઓ છેલ્લા ઘણા સમયથીજ માનવસેવાની પ્રવૃત્તિ કરી રહયા હોય ત્યારે હ્યુમન રાઇટ્સ દ્વારા મોરબીના રાજપર રોડ મુકામે પટેલ સમાજ વાડીમાં પણ સેવાભાવી લોકોનો સન્માન કાર્યક્રમ યોજાયેલ જેમાં ઘનશ્યામસિંહ ઝાલાને શિલ્ડ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ પણ ઘનશ્યામસિંહ ઝાલાની સેવા પ્રવૃત્તિને બિરદાવે છે અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવે તેવી શુભેચ્છા પાઠવે છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

[ઘનશ્યામસિંહ ઝાલા: પ્રમુખશ્રી ઉદેપુર નારાયણ સેવા સન્સ્થા-મોરબી જિલ્લો]
[તરુણભાઇ નાગદા : શ્રી ઉદેપુર નારાયણ સેવા સંસ્થા બ્રાન્ચ અધિકારી રાજકોટ]
 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/