મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત ઝડપાયા

0
182
/
મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, શેખાભાઈ મોરી, રસિકભાઈ કડીવારની ટીમને મળેલી બાતમીને આધારે રવાપર લીલાપર રોડ પરના ગજાનંદ પાર્ક સોસાયટીમાં ગજાનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૧ માં દરોડો કરતા હસમુખ શામજીભાઈ અઘારા, જયંતીલાલ વાઘજીભાઈ વરસડા, શંકરભાઈ દેવશીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ કરશનભાઈ ફૂલતરીયા, નરભેરામ પરષોતમભાઈ અઘારા, મુકુન્દ કાન્તીભાઈ માકડિયા અને ચંદુભાઈ અમરશીભાઈ પડસુંબીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૯૫,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરી, રસિકભાઈ કડીવાર, શેખાભાઈ મોરી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, રણજીતસિંહ ડોડીયા અને નિર્મળસિંહ જાડેજા રોકાયેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/