મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 ઝડપાયા, એક ફરાર

0
130
/
/
/

મોરબી : લોકડાઉન-4 માં વધુ છૂટછાટ મળતાની સાથે જુગારીઓ વધુ બેફામ બનતા પોલીસે આવા જુગારીઓ સામે તવાઈ ઉતારી છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી રૂ.37,200 ની રોકડ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએસઆઇ બી.ડી.પરમાર સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતા. તે સમયે એ ડિવિઝન સ્ટાફના ફતેસિંહ પરમાર અને વિજય ચાવડાને ખાનગી રાહે બાતમી મળતા એ ડિવિઝન સ્ટાફ કાલિકા પ્લોટમાં ત્રાટક્યો હતો અને કાલિકા પ્લોટમાં ગોળ કુંડાળું વળીને જાહેરમાં જુગાર રમતા સલીમભાઈ યુસુફભાઈ દરવાન, ફિરોજભાઈ હાજીભાઈ જુવારીયા, સલીમભાઈ અબ્દુલભાઈ સાયરા, અસલમભાઈ ઇકબાલભાઈ જુણાચ, રાજેશભાઇ ભીખાલાલભાઈ મકવાણા, રજકભાઈ આમદભાઈ સાયરા, આસિફભાઈ ગફારભાઈ મોવર, ઇમરાનભાઈ હસમભાઈ દલવાણી, એજાજભાઈ ઇબ્રાહિમભાઈ ઇમાની, મોજમભાઈ મહંમદભાઈ માજોઠીં, ઇમરાનભાઈ કાદરભાઈ માજોઠીં, રફીકભાઈ કસમભાઈ ખુરેશી, સિકંદરભાઈ સલીમભાઈ સાયરા, અમાનભાઈ આબીદભાઈ દલવાણી રૂ.37,200 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રિયાઝ ઈકબાઈભાઈ જુણાચ નાસી છૂટ્યો હતો.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner