મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા 10 લોકો 46,150ની રોકડ સાથે ઝડપાયા

0
519
/
સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના એક મકાનમાં જુગાર રમતા 10 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 46 હજાર જપ્ત કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે જાણીતા જુગારી ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા (રહે. મોરબી GIDC સામે, આરાધના સોસાયટી) પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગારનો અખાડો ચલાવે છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

જેથી, તે જગ્યા એ પોલીસે રેઈડ કરતા 10 ઈસમો ગોળ કુંડાળું વાળી પૈસા અને ગંજીપતા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમી રહ્યા હતા. તેઓ પાસેથી રોકડ રૂ. 46,150 કબ્જે કરવામાં આવી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા, રોહિતભાઇ વાલજીભાઇ દેવાયતકા, અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, હસમુખભાઇ ભરતભાઇ લખતરીયા, પંકજભાઈ હસમુખભાઇ કારીયા, મનોજભાઇ ભરતભાઇ મકવાણા, વાસુદેવભાઇ ભરતભાઇ લખતરીયા, દીલીપભાઇ નારણભાઇ કાનાબાર, નરેન્દ્રભાઇ ચિમનલાલ જોષી તથા હરેશભાઇ નાનાલાલ મહેતા (રહે. બધા મોરબી) વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુનો રજુ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/