મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ

0
269
/

મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.

આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ રહેતો ઇસ્માઇલ યારમહંમદ બ્લોચ (ઉ.વ. 26) નામનો શખ્સ ત્રણ મારામારીના ગુન્હામાં સંડોવાયેલો હોય તેની પાસા હેઠળ ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી. જેથી, જિલ્લા કલેકટરે આ શખ્સનું પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી, એલસીબીએ મારામારીના ગુન્હામાં સંડોવાયેલો ઇસ્માઇલ યારમહંમદ બ્લોચની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી દીધેલ હતો.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/