ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી નજીક રસ્તામાં બંધ પડેલા ટ્રકને હટાવી લેવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે ભાઈઓને ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી શનાળા રોડ ન્યું. ગુ.હાઉસીંગ બોર્ડ પાછળ અવધ સોસાયટી નંબર ૧ માં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા મહેશભાઇ ગોકળભાઇ મેવા (ઉ.વ-૩૩) એ લજાઈ ગામના જતીનભાઇ પટેલ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૭ ના રોજ બપોરના સવા બેક વાગ્યાના અરસામાં મોરબી પંચાસર રોડથી નાની કેનાલ રોડ થઇ વાવડી રોડ તરફ જતા રસ્તે સ્કાયવીલા એપાર્ટમેન્ટથી નજીક રસ્તામાં ફરીયાદીનો ટ્રક બંધ પડી ગયેલ હોય. જેથી, ફરી.ને રસ્તામાંથી ટ્રક લઇ લેવા બાબતે એક આરોપીએ ફરીયાદીને ગાળો આપી અને તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વતી ફરીને માથામાં ડાબા કાન ઉપર એક ઘા મારી ઇજા કરી તથા ત્રણેય આરોપીઓએ મળીને ફરીયાદીને તથા ફરીયાદીના ભાઇને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide