ઘેર પરત ફરતા કાર અને બાઈક ચાલકને લૂંટારું ટોળકીએ નિશાન બનાવી : ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળખસેડવામાં આવ્યા
મોરબી: મોરબીમાં ગત રાત્રીના આરટીઓ નજીક લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક પછી એક કાર અને બાઇકને આંતરીને આડેધડ માર માર્યો હતો
જો કે આ માર મારવાના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને જે માંગ્યું એ આપી દીધું હતું અને જે વાહન ચાલકોએ રૂપિયા આપવાની ના પાડી તેને છરી અને ધોકા વડે માર માર્યો હતો જો કે આ ઘટના એ થોડી જ વારમાં ચકચાર મચાવી દેતા પોલીસ સુધી ફોન રણકયા હતા જેને પગલે મોરબી એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે આ લૂંટારું ટોળકીના શખ્સો પણ હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં હાલ રોહિત લો નામના ટંકારા ના યુવાન સીરામીક યુનિટથી પરત આવી રહ્યો હતો ત્યારે ઘણા વાહન ચાલકોના કાચ તૂટેલા અને બાઈક પડ્યા હતા જો કે યુવાન રોહિત પાસેથી રોકડ આઠ હજાર લૂંટયા હોવાનું યુવાને જણાવ્યું છે આ સિવાય અન્ય લોકો પાસેથી પણ લાખોની મત્તા ની લૂંટ થઈ હોવાની માહિતી મળી રહી છે જો કે આ ઘટનાની ચોક્કસ માહિતી તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે પરન્તુ મોરબી કચ્છ હાઇવે પર જ આ ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે એક આરોપી ને પકડી પાડ્યો છે જેનું નામ આશીફ હોવાનું જાણવા મળ્યું છે જેથી આ ઈસમો લોકલ હતા કે મોરબીના એ પણ તપાસ હાથ ધરી છે જો કેં પોલિસે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મોરબી કચ્છ હાઇવે પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide