મોરબી : હાલમાં કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. આવા કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાથી આ મામલે ભારે વિરોધ ઉઠ્યો છે. ત્યારે મોરબીની એક સંસ્થાએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને હાલ કોરોનાની મહામારીનો કારણે કામધંધા બંધ હોય સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને તેંમના સંતાનોની તોતિંગ સ્કૂલ ફી ભરવી પોસાય તેમ ન હોય એ સ્કૂલ ફી ઘટાડવાની માંગ કરી છે.
સરદાર વંશી ગ્રુપ – મોરબી જિલ્લાએ આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે હાલના કોરોનાના કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી રહી છે. જોકે કોરોનાને કારણે શાળા કોલેજો હાલમાં બંધ છે અને વિદ્યાર્થીઓને ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ છે. કોરોનાના કારણે બે માસથી વધુ સમયથી કામધંધા બંધ હોય સામાન્ય અને મધ્યમ વર્ગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. આવા સંજોગોમાં આ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને તેમના સંતાનોની સ્કૂલ ફી ભરવા અસમર્થ છે. તેથી, આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફીમાં રાહત મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide