મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

0
14
/
/
/

મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં ગંદકીની સમસ્યા ન હોય ત્યારે શહેરના કાલિકાપ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને એક વિડીઓ સામે આવ્યો છે.

શહેરના કાલિકાપ્લોટ વિસ્તારમાં એટલી હદે ગટરની ગંદકી ઉભરાઈ રહી છે કે સ્થાનિકોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઉભરાતી ગટરની ગંદકીને લઈને તીવ્ર દુર્ગંધથી સ્થનિકો પરેશાન થઈ રહ્યા છે. વળી આ ગંદકીને લઈને ગંભીર રોગચાળાનો ભય પણ લોકોના માથે મંડરાઈ રહ્યો છે. ઉભરાતી ગટરો વચ્ચે ભુંડનો પણ અસહ્ય ત્રાસ હોય સ્થાનિકો રીતસર તોબા પોકારી ગયા છે. પાલિકામાં આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં તંત્રવાહકોના પેટનું પાણી પણ હલતું નથી. આ ગંભીર સમસ્યામાંથી કાલિકાપ્લોટના રહેવાસીઓને ક્યારે મુક્તિ મળે છે તે હવે જોવાનું રહ્યું.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner