મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટના : તસ્કરો CCTV કેમેરામાં કેદ

0
78
/

મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરી થઇ છે. તેમજ આ બનાવના તસ્કરો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે.

આજે તા. 3ના રોજ વહેલી સવારે 5 વાગ્યે મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન નજીક આવેલ ભૂગર્ભ ગટરના લોખંડના ઢાંકણાની ચોરી ગઈ છે. ચોરી કરવા આવેલા તસ્કરો વાહન લઈને આવેલ હતા. આ ચોરીનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. સત્યમ પાનના માલિક મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ બનાવ અંગે નગરપાલિકા અને પોલીસ જે કઇંપણ કાર્યવાહી કરે તેમાં CCTV ફૂટેજની જરૂર હોય તો તે ફૂટેજ નગરપાલિકા અને પોલીસ વિભાગને આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે તેમની પાસે રહેલા CCTV ફૂટેજમાં તે રોડ પર ગટરની પાસે આવેલા ખાડાના લીધે એક અકસ્માત સર્જાયો હતો. તે બનાવ પણ કેદ થઇ ગયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/