મોરબી સબ જેલ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા આરોગ્ય અધિકારીઓનું સન્માન

0
26
/
લોકડાઉન દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા મોરબી સબ જેલમાં સ્ટાફ તથા કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરી માસ્ક વિતરણ પણ થયું હતું  

મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ તથા સુધારાત્મક વહીવટ વિભાગની સૂચના અન્વયે મોરબી સબ જેલમાં ગત દિવસો દરમ્યાન જેલના તમામ કર્મચારીઓ તેમજ કાચા-પાકા કામના કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન તમામને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને બિરદાવતા જેલ અધિક્ષક તેમજ જેલ કર્મચારીઓ દ્વારા આરોગ્ય શાખાના અધિકારીઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા આરોગ્ય અધિક્ષક ડૉ. જે.એમ. કતીરા, સી.એમ. વારેવાડીયા તથા મોરબી જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા જેલના તમામ સ્ટાફ અને કાચા-પાકા કામના કેદીઓના કોવિડ 19 મહામારીને ધ્યાનમાં લઈ લોકડાઉન દરમ્યાન આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે સેમ્પલ લેવાની કામગીરી જેલમાં જ કરવામાં આવી હતી. સેમ્પલ લેવાયા બાદ કોવિદ 19 મહામારીને ધ્યાને રાખીને તમામ સ્ટાફ અને કેદીઓ-આરોપીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય ચકાસણીના આ કાર્યક્રમ બદલ મોરબી જેલ અધિક્ષક તથા જેલ કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લા આરોગ્ય અધિક્ષક જે.એમ. કતીરા તથા સી.એમ. વારેવાડીયા અને તેમની ટીમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/