મોરબી: હાલ 2017ની સાલમાં મોરબીના લાલપર ગામ નજીકના એક સીરામીક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્રુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તામિલનાડુથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
લાલપર ગામે આવેલી એક સીરામીક ફેક્ટરીમાંથી 2017ની સાલમાં એક સગીરાને ભગાડી જનાર મૂળ ઓરિસ્સાના માથુર કન્હાઇ સોરેન ઉમર વર્ષ 33 રહે, મેરડા દુર્ગાપુર પોસ્ટ બોયસિંગા, તાલુકો જિલ્લો મયૂરભંજ , ઓરિસ્સા વાળાને મોરબી એન્ટી હ્રુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તામિલનાડુથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા, એએસઆઇ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચૌધરી, દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide