મોરબીમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત થયાની ઘટના

0
36
/

મોરબી : હાલ મોરબીના શનાળા રોડ પાછળ છાત્રાલય રોડ વિસ્તારમાં રહેતા વુધ્ધા તેમના ઘેર અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર રહેતા કસ્તુરબેન પ્રાણજીવનભાઈ ગામી નામના ૫૫ વર્ષના વૃધ્ધા આજે સવારે તેમના ઘેર ફળિયામાં આવેલા પાણીના ટાંકામાં પાણી ભરવા માટે નીચા નમ્યા હતા. ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ દાખલ કરી વધુ તપાસ પણ શરુ કરી છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/