મોરબી: તાજેતરમા એસઓજી ટીમે હળવદ તાલુકાના ટીકર ગામ નજીકથી ગેર કાયદેસર હથિયાર અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી ટીમના પી.આઈ. જે.એમ.આલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના ભરતસિંહ ડાભીને બાતમી મળેલ કે હળવદ તાલુકાના ટીકર ગામ નજીક નવા ઘાટીલા જવાના રસ્તે એક શખ્સન બંદુક સાથે હોવાની બાતમીના આધરે દરોડો પાડી તપાસ કરતા ત્યાંથી આરોપી આમીન રફીકભાઈ ઓઠા રહે-ટીકર નવા પ્લોટ વાળો ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૦,૨૦૦ સાથે મળી આવતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં જયપાલસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, સતીષભાઈ ગરચર, રમેશભાઈ રબારી અને સંદીપભાઈ માવલાએ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide