મોરબી-વાંકાનેરમાં ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…

0
615
/

મોરબી: મોરબીમાં કોરોના કહેર વચ્ચે પણ લોકોએ સાદાઈ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઘરે બેઠા વિવિધ પારિવારિક રમતો અને મીઠાઈ ફરસાણ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું મો મીઠું કરાવી જન્માષ્ટમી પર્વ ઉજવ્યું હતું

[તસ્વીર :મુકેશ પંડયા-વાંકાનેર]
બીજી તરફ વાંકાનેરમાં પરંપરાગત નીકળતી શોભાયત્રા ને બદલે ફળેશ્વર મંદિરે પૂજા અર્ચના કરી મંદિરના પટાંગણ માં સાધુ સંતો સહિત મર્યાદિત ભક્તોની ઉપસ્થિતિમાં ઢોલ સાથે ભગવાનને શોભાયાત્રા રૂપે ચાલી પરત મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.
વાંકાનેર માં પરંપરાગત નીકળતી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા વૈશ્વિક મહામારી કોરોના ને પગલે ચાલુ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષે શહેરના રાજમાર્ગો પર યુવરાજ કેશરીદેવ સિહ ની આગેવાનીમાં સાધુ સંતો મહંતો ભક્તો સહિત શહેર તથા તાલુકાની હજારો ધર્મપ્રેમી જનતા સાથે નીકળતી હતી પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી ને પગલે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના પ્રમુખ તથા રાજવી પરિવારના યુવરાજ કેશરિદ્દેવ સિહ તથા સાધુ સંતો મહંતો વિહિપ દ્વારા ફળેશ્વર મંદિર ખાતે ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.
મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિત ઉજવવામાં આવેલ ઉત્સવમાં યુવરાજ કેશરીદેવ સિહ ઝાલા , ગુજરાત રાજ્યના માટી કામ કલાકારી બોર્ડ નાં ડાયરેકટર સુરેશભાઈ પ્રજાપતિ , અમરશિભાઇ મઢવી , મરછોધામ વાંકાનેર નાં પ્રમુખ તથા તાલુકા ભાજપ નાં મહામંત્રી હીરાભાઈ ભરવાડ , ક્ષત્રિય સમાજ નાં પ્રમુખ વજુભા ઝાલા , યુવા અગ્રણી જનક સિહ ઝાલા , સામાજિક કાર્યકર પરેશભાઈ મઢવી, ભાજપ કાર્યાલય નાં મનુભા રાણા , અમિતભાઈ મઢવી , ગોપાલભાઈ મઢવી , વિહિપનાં સંજયભાઈ નાગ્રેચા , દિનેશભાઈ રાવલ , ફડેષ્વર મંદિરના પટેલબાપુ , ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ રઘુનાથજી મંદિરના સંત રેવાદાસબાપુ , નાગા બાવાજી મંદિરના પૂજારી શ્રી હાજર રહ્યા હતા.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/