સિપાઈવાસમાં રહેતા બે મુસ્લિમ યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને બચાવી
મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં કચરો એકઠો થતા ગંદકી તો ફેલાઈ રહી જ છે ઉપરાંત એ કચરો ખાવા માટે અબોલ જીવ ઘણી વખત આવા ખાડાઓમાં પડી જતા હોય છે.
ત્યારે આવા જ એક બનાવમાં મોરબી સિપાઈવાની સામે આવેલી શાકમાર્કેટની પાછળ એક મોટા ખાડામાં એક ગાય કચરો ખાવા જતા અકસ્માતે પડી ગઈ હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત ગની ખુરેશી તથા અલ્તાફ ખુરેશી નામના બે મુસ્લિમ બિરાદરોએ થોડા અન્ય લોકોની મદદ લઇ ભારે જહેમત બાદ ગાયને હેમખેમ ખાડામાંથી બહાર કાઢી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ બન્ને બિરાદરોની પ્રસંશા કરી હતી. ઉલ્લેખનીય છે કે ખુરેશીભાઈઓ પોતાના ઘર પણ ગાયો પાળતા હોવાથી ગાયોને સાંચવવાની તેમજ ગાયોની માવજતની તેઓને જાણકારી હોય ગાયનું રેસ્ક્યુ કરવાની જવાબદારી તેઓએ સુપેરે નિભાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide