મોરબીમાં પત્નીના ચેનચાળા કરતો હોવાની શંકા રાખીને બે શખ્સો દ્વારા યુવાનને મારમારવામાં આવ્યો હતો અને છરી વડે યુવાનનો કાંડા પાસેથી હાથ કાપી નાખવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત એક યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને હુમલાખોર બંને શખ્સોની સામે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને ચક્રોગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક નાની વાવડી ગામે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા સાગરભાઇ કાંતિભાઈ ચાવડા જાતે ખવાસ (ઉ ૨૫)ને ગઈકાલે સંજય ગાડુભાઈ ભરવાડ રહે. ભરવાડ શેરી તેમજ વિવેક ભરતભાઈ ઝાલા રહે. મોચી શેરી વાળાએ માર માર્યો હતો દરમિયાન સંજય ભરવાડે છરી વડે સાગરભાઇનો કાંડા પાસેથી હાથ કાપી નાખ્યો હતો જેથી સાગરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ભોગ બનેલા યુવાન સાગર ચાવડાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદમાં તેણે લખ્યું છે કે વિવેક ઝાલાને એવી શંકા હતી કે તેની પત્નીના ફરીયાદી સાગર દ્વારા ચેનચાળા કરવામાં આવ્યા છે જેથી કરીને બન્ને શખ્સો સંજય અને વિવેકે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યાર બાદ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને સંજયે તેની પાસે રહેલી છરી વડે સાગરના ડાબા હાથ ઉપર કાંડાના ભાગે છરીના ઘા ઝીંકીને કાંડાથી પંજો કાપી નાખ્યો હતો આ ઉપરાંત ગોઠણના ભાગે પણ તેને છરીના ઘા ઝીંક્યા હતા જેથી સાગરને સારવારમાં ખસેડાયો છે અને પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને બન્ને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.