મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બે ગૌવંશ-એક ભેસનું મોત

22
170
/

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ થી આગળ ના ભાગમાં બે ગૌવંશ અને એક ભેંસને ગતરાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ત્રણેય બોલ જીવના ઘટના સ્થળે રાત્રે મોત નિપજ્યા હતા અને વાહન ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા ઉપર પડેલા જીવનાં મૃતદેહને વલસાડમાં ખસેડીને રસ્તા ઉપરનો ટ્રાફિક તૈયાર કરવામાં આવ્યો હતો

મોરબી શહેર તથા આસપાસના હાઇવે માર્ગો ઉપર ૨૪ કલાક રખડતા ઢોર આટા મારતા હોય છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી શક્યતા છે અને ઘણી વખત ઢોર વાહનો સાથે અથડાવાના કારણે લોકોને ગંભીર ઇજા થઇ હોય તેવા પણ બનાવો બન્યા છે દરમિયાન ગઈકાલે રાત્રિએ રાત્રિના સમયે મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ થી આગળ ના ભાગમાં હુંડાઈ શોરૂમ પાસે રસ્તા ઉપર ઢોર હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે બે ગૌવંશ અને એક ભેંસને અડફેટે લીધી હતી જેથી કરીને આ ત્રણેય અબોલ જીવના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને આ બનાવની શનાળા ગામે રહેતા માલધારીઓને તેમજ ગ્રામજનોને જાણ થતા ઘણા યુવાનો રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કેમ કે રસ્તા ઉપર ઢોરના મૃતદેહ પડયા હોવાથી રાત્રિ દરમિયાન રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહનો પણ અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા હતી જેથી કરીને અબોલ જીવોના મૃતદેહોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અકસ્માત સર્જયા અંગેની અને ત્રણ અબોલ જીવના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક અબોલ જીવ કોઇની માલિકીના છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી હતી જોકે તપાસ કરવા છતાંમૃતક ઢોરના કોઈ માલિક આવ્યા ન હતા જેથી અબોલ જીવના મૃતદેહને રોડ સાઇડમાં ખસેડીને ટ્રાફીક કલિયર કરાવવામાં આવ્યો હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.