રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સો સામે પોલીસે લૂંટનો ગુનો નોંધાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં યુવાનને રીક્ષામાં મુસાફરી કરવાના બહાને બેસાડી છરીને અણીએ રીક્ષાચાલક ગેંગે લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ લૂંટના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ ફોરમ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ યુપીના વતની પિન્ટુભાઇ ધુરૂપલાલ શ્રીવાસ્તવ (ઉ.વ.૨૨) એ એક રીક્ષાચાલક તથા બે અજાણયા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૬ના રોજ ફરીયાદી આરોપીઓની રીક્ષામા બેસી પોતાના રૂમ ઉપર જતા હોય થોડે આગળ જઇ રીક્ષા રોડની સાઇડ રાખી ફરીયાદીને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રોકડ રૂપીયા ૬૦૦૦ તથા રીયલમી સી.૨ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦ તથા જીઓની મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ વાળા એમ કુલ મુદામાલ રૂપીયા-૧૪૦૦૦ની લુટ ચલાવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રીક્ષા ગેંગને ઝડપી લેવા રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...
હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...
એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...