મોરબી: ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ મોરબી દ્વારા SFS આયામ હેઠળ મોરબીની પછાત વસ્તી ધરાવતા વિસ્તારોના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
એબીવીપી સંગઠન 1949ની સાલથી વિધાર્થીઓના પ્રશ્નો માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. ABVPના જ SFS એટલેકે ‘સ્ટુડન્ટ ફોર સેવા’ આયામ અંતર્ગત વિવિધ સેવાના કાર્યો કરે છે. ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીના પાવન પર્વ નિમિતે મોરબી શહેરના પૂલ નીચે તેમજ ઉમિયા સર્કલ પાસે રહેતા પછાત વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના બાળકો તેમજ ભાઈઓ-બહેનોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. તેમજ તેમની સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...
હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...
એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...