રોડ ઉપર બાઈક કેમ રાખવા બાબતે આધેડ ઉપર તલવારથી હુમલો

0
321
/

મોરબીમાં બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના વીસીપરામાં આવેલ નીધીપાર્ક પાસેના મફતીયાપરામાં રોડ ઉપર બાઈક રાખવા મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા મારમારી થઈ હતી. જેમાં આધેડ ઉપર બે શખ્સોએ તલવાર વડે હુમલો કરી જનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરામાં આવેલ નીધીપાર્ક પાસેના મફતીયાપરામાં રહેતા ઇબ્રાહીમભાઇ મુબારકભાઇ અબડા (ઉ.વ. ૫૦) એ રહે આરોપીઓ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા, મુસ્તાકભાઇ ફતેમામદભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ ફરીયાદીનો દિકરો સદામ હુસેન મોટર સાઇકલ લઇ નજીકમા બાબુભાઇ જામની દુકાને માવો લેવા ગયેલ મોટર સાઇકલ રોડ પર પડેલ હોય જયા આરોપીઓએ રોડ પર મોટર સાઇકલ શા માટે રાખેલ છે તેમ કહેતા તકરાર થવાથી જે અંગે ફરીયાદીના ઘર પાસે બંન્ને આરોપીઓ ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી તલવાર વડે ફરીયાદીને માથામા ઇજા કરી હતી. તથા ઇંટોના છુટ્ટા ઘા કરતા ફરીયાદીને બંન્ને પગમા ઢીંચણ પાસે ઇજાઓ થતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/