મોરબીના દરબાર ગઢના પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીનું તળાવ

0
74
/
પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો

મોરબી : મોરબીના દરબાર ગઢ.પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીની રેલમછેલમ થઈ હતી. જોકે પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના દરબાર ગઢ પાસે આવેલા નગરપાલિકાના પાણીના પંમ્પીગ સ્ટેશનેથી કોઈ કારણોસર પાણી ઓવરફ્લો થયું હતું અને પાણીની રેલમછેલમ થઈ હતી. જેમાં દરબાર ગઢથી ઝૂલતાપૂલ સુધીના વિસ્તાર વગર વરસાદે પાણી પાણી થઈ ગયો હતો અને હાજરો લીટર પાણીનો વેડફાટ થયો હતો. દરબાર ગઢ પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતાપૂલ થઈને પાણી નદીમાં મોટી માત્રામાં વહી ગયું હતું. જોકે ટેક્નિકલ કારણોસર પાણીનો ટાંકો છલકાઈ જતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. જોકે જવાબદાર કર્મચારી પાણીનો ટાંકો બંધ કરતા ભૂલી જતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/