મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું

0
105
/

મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માન કરી મીઠું મોં કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના જોઇન્ટ સેક્રેટરી કામિની સિંગએ આપેલ હતો.

ક્લબ દ્વારા જણાવાયું છે કે લોકડાઉનના કપરા સંજોગોમાં પોતાના પરિવારની ચિંતા છોડી ફરજ પ્રત્યે નિષ્ઠા બતાવી અને મોરબીની પ્રજાને કોરોના વાયરસથી સંક્રમિત થતા રોકવા માટે જે મહિલા પોલીસ કર્મીઓએ સરાહનીય કામગીરી કરી છે તે ખરેખર વંદનીય છે. આ ઉપરાંત, સેલિબ્રેશન માટે રેસ્ટોરન્ટમાં ફાઉન્ડર ડેની કેક કાપી ઢોસાની લહેજત માણી સૌ મેમ્બરો છુટા પડયા હતા.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/