વાંકાનેરમાં પોણા બે ઈંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો

0
33
/

મોરબી : મોરબી જિલ્લામાં આજે દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાંકાનેર તથા ટંકારા પંથકમાં વરસાદ પડ્યો છે.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદમાં આકડા પ્રમાણે વાંકાનેરમાં 45 એમ એમ એટલે પોણા બે ઈંચ અને ટંકારામાં 14 એમ એમ એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં રાહત ફરી વળી હતી.જ્યારે મોરબીમાં રાત્રે ગાજવીજ સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને આકાશમાં વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/