મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

0
62
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી જુના બસ સ્ટેન્ડની પાછળનો રોડ પૂરી રહ્યો છે. અયોધ્યાપુરી રોડથી નવાડેલા રોડને જોડતા આ માર્ગ પરથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન છે. ઉભરાતી ભૂગર્ભ ગટરોને કારણે ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને રોગચાળો જાણે નાગરિકોને ભરડી ખાતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ખુદ નાગરિકો પણ આ રસ્તા પરથી પસાર કરવાનો ટાળે છે. જેને પગલે સ્થાનિક વેપારીઓનો વ્યવસાય છેલ્લા બે મહિનાથી ઠપ્પ થઈ ગયો છે.સમગ્ર મામલે વેપારીઓ દ્વારા આજે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને સત્વરે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે,છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરો છલકાવવાની સમસ્યા તેઓ ભોગવી રહ્યા છે. આ રોડનું નિર્માણ થયું ત્યારથી તે નીચો છે. રોડ નીચો હોવાના કારણે તુરંત પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર તૂટી ગયેલા હોવાથી તુરંત પાણી રસ્તા પર ફરી વળે છે. ગટરોની સફાઈ ન થવાના કારણે જિંદગી પણ ફેલાઈ રહી છે. આટલું ઓછું હોય તેમ રસ્તા પર પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી ગંદકીથી ખદબદતા આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

ખુદ નાગરિકો પણ આ રોડ પરથી નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક વેપારીઓનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. આ મામલે અગાઉ પણ પાલિકાને અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી ફરી પાલિકા તંત્રને અપીલ કરવામાં આવી છે કે, પ્રથમ તો ગટરની સફાઈ કરવામાં આવે અને ગંદકીને દૂર કરવામાં આવે. જે બાદ નવા જાળી વાળા ઢાંકણા ભૂગર્ભ ગટરો પર ફીટ કરવામાં આવે, જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે અને સત્વરે આ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સ્થાનિક વેપારીઓએ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/