મોરબીના જુના નાગડાવાસ ગામે આઇસર હડફેટે રાજસ્થાનના ક્લિનર મોત

0
170
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રોંગ સાઈડમાં ઘસી આવેલ આઇસર ટ્રકની હડફેટે રાજસ્થાનના ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તરફથી મોરબીના જુના નાગડાવાસ ગામે આજે બપોરે આઇસર ટ્રક રોંગસાઈડમાં ઘસી આવ્યો હતો. તે સમયે રાજસ્થાનનો ક્લીનર અહીંની ટ્રાન્સપોર્ટ ઑફિસમાંથી નીકળીને રોડની બીજી તરફ જવા માટે રોડ ઓળંગી રહ્યો હતો. ત્યારે રોંગ સાઈડમાં ઘસી આવેલા GJ-03-3795 નંબરનો આઇસર ટ્રકે હડફેટે લેતા રાજસ્થાનના ક્લીનરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં નેશનલ હાઇવેની પેટ્રોલીગની ટીમના રેનીશભાઈ જાફરા, રામજીભાઈ શાહમદાર, ભરતભાઇ સોલંકી સહિતના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને હાઇવે બંધ કરી આગળની તાપસ હાથ ધરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/