મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે હોમ ક્વોરેન્ટાઇન થયેલા રહીશોએ હોમ ક્વોરેન્ટાઇનની સ્થિતિમાં રાહત આપવાની કલેક્ટરને રજૂઆત કરી છે.
તેઓએ કલેક્ટરને રજૂઆત કરી છે કે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થતા માત્ર તે ઘરને જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના કાંતિનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ કે જેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. તેમના ઘર સિવાયના ઘરોને ક્વોરેન્ટાઇનમાં રાહત આપવામાં આવે અને તે લોકોને બફર ઝોનમાં રાખવામાં આવે તેવી માંગણી કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide