મોરબીમાં વરિયાનગરમાં ઘરમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો

0
41
/
/
/

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વરિયાનગર વિસ્તારમાંથી ઘરની અંદરથી આજે વૃદ્ધાનો મૃતહેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડીની અંદરના વરિયાનગર વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે રહેતા કાંતાબેન હીરાભાઈ સુરેલા ઉ.વ.65 નામના વૃદ્ધાનો મૃતદેહ આજે તેમની ઘરેથી મળી આવ્યો હતો. બાદમાં વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને આ બનાવ અંગે તપાસ હાથ છે. આ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું આ બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા માલશે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner