રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત

0
219
/
/
/

ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આજે સવારે ટંકારા તાલુકાના છત્તર ગામ નજીક રાજકોટ-મોરબી રોડ પરથી પસાર થઇ રહેલા બાઈકને પાછળથી આવતા ટ્રકે ઠોકર મારી હતી. જેના કારણે અકસ્માત થતા બાઇકસવાર વેવાઈઓ તયબભાઈ સિદીકભાઈ જુનેજા (ઉ વ. 50, રહે. હડાળા) તથા તયબભાઈ ઇસ્માઇલભાઈ જુનેજા (ઉ.વ. 60, રહે. રાજકોટ)ના મોત થયા છે. આ બનાવની જાણ થતા ટંકારા 108 એમ્બ્યુલન્સના પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન પહોંચી ગયા હતા. પરંતુ સારવાર પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા. તેમજ ટંકારા પોલીસને કોઈએ જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner