મોરબીની લાયન્સ કલબ દ્વારા પાંજરાપોળમાં 30 ગુણી કપાસિયા ખોળનું દાન કરાયું

0
43
/

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ નઝરબાગ દ્વારા ગઈકાલે મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પાંજરાપોળની ગૌશાળામાં ૬૫૦ ગૌમાતાને ૩૦ ગુણી કપાસિયા ખોળ ખવડાવેલ છે. આ પ્રોજેક્ટના તમામ ખર્ચના દાતા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા તેના મેમ્બર્સના સહયોગથી સંપન્ન થયો છે. આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ કુતુબ ગોરીયા તેમજ તેમની પુરી ટીમે સહયોગ કરેલ છે. પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન રમેશ રૂપાલા અને તુસાર દફતરીએ સાથે મળીને જહેમત ઉઠાવેલ છે. લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ નઝરબાગના પ્રમુખ અમૃતલાલ શુરાણી, કુતુબ ગોરીયા, મંત્રી કેશુભાઈ દેત્રોજા, પ્રતીક કોટેચા, ખજાનચી ટી. સી. ફૂલતરીયા, કુશલ પટેલના માર્ગદર્શન હેઠળ આ જીવદયાનો પ્રોજેક્ટ બંને કલબે સાથે મળીને સફળ કર્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/