મોરબીના માધાપરની શેરીનં – 4 ના રહેવાસીઓ ગટરના ઉભરાતા ગંદા પાણીથી ત્રાહિમામ

0
15
/

મોરબી : ગંભીર મહામારીના આ કપરા કાળમાં સ્વચ્છતા અંગે તંત્ર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે મોરબીના માધાપર શેરી નંબર 26થી 29 સુધીની ચાર શેરીઓમાં કંઈક અલગ જ ચિત્ર ઉપસી રહ્યું છે. માધાપરની આ ચાર શેરીઓમાં પાછલા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને માર્ગો પર ફરી વળ્યું છે. સ્થાનિકો ગટરના દુર્ગન્ધયુક્ત પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે. ઘરના બારી-દરવાજા બંધ રાખવા છતાં અસહ્ય દુર્ગંધને કારણે સાહજિક જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. માર્ગો પરથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં આ સમસ્યાનો હલ આવ્યો નથી ત્યારે તંત્ર, શું કોઈ મહામારી ફેલાવવાની રાહ જોઈ રહ્યું છે કે શું એવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/