મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો ત્રાસ, 10થી 15ને કરડયું

0
166
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ

મોરબી : હાલ મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવીને 10 થી 15 લોકોને બાચકા ભર્યા હોવાની સિવિલ હોસ્પિટલમાં માહિતી મળી છે. જેમાં હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ મચી ગયો છે. જો કે તંત્ર પાસે આવા કૂતરાને પકડવાના કોઈ સાધનો જ ન હોવાથી લોકોને હડકાયા કૂતરાનો ત્રાસ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી.

મોરબી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરું હડકાયું થયું હતું અને આ હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવ્યો હતો. હડકાયા કૂતરાએ અંદાજે 10,15 જેટલા લોકોને કરડયું હતું. આથી 10, 15 લોકો હડકવા વિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળે છે.જો કે આ કૂતરાએ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની શક્યતા હોવાથી હજુ વધુ કેટલાક લોકો હડકવ વિરોધી રસી મુકાવવા માટે સિવિલ હોસ્પિટલમાં સાંજ સુધીમાં આવે તેવી સંભાવના છે. આ વિસ્તારને હડકાયા કૂતરાએ માથે લેતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં હડકાયા કૂતરાનો ભારે આંતક છે. અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં હડકાયા કૂતરાઓ આંતક મચાવીને લોકોને કરડે છે. આ ગંભીર બાબત સામે શરમજનક વાત એ છે કે, જવાબદાર તંત્ર પાસે આવા હડકાયા કૂતરાને પકડવા માટેના કોઈ સાધનો જ નથી. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/