(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી: સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેરજાએ સોનિયા ગાંધીને ઇ-મેલથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની પરંપરા જોવા મળી રહી છે જેમાં અગાઉ બે ધારાસભ્યના રાજીનામાં બાદ હવે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે. જોકે આ વાત ને પૃષ્ટિ આપતી તસવીરો “ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ને મળી રહી છે જેમાં બ્રિજેશ મેરજા ની હાલની ઓફિસેથી પાર્ટીના કાર્યાલયનું બોર્ડ ઉતારી લેવામાં આવેલ છે તે આ વિડિઓ માં જોઈ શકાય છે જુઓ આ VIDEO…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide