મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!

0
68
/

વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ

મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક આ ગંદકી દૂર કરવા માંગ કરી છે.

સ્થાનિકોનો આરોપ છે કે, મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ચોક્સી બ્રધર્સની સામેની દરિયાલાલવાળી શેરી પાસે કચરાના ઢગલા થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ કચરાના ઢગલામાં બે દિવસ પહેલા આગ પણ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવી પડી હતી. આ ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા 3 વર્ષથી યથાવત હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. વારંવાર ગટર પણ છલકાતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જો આ ગંદકીને દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ગંદકીને દૂર કરવામાં આવે તેવી તીવ્ર માંગ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/