મોરબીના નારણકા ગામે રસપ્રદ ચુંટણીજંગ : દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સામસામે રેસમાં

0
455
/
/
/

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે મોરબી તાલુકાના નારણકા ગામે એક જ પરિવારમાંથી આવતા ત્રણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જેથી રસપ્રદ ચુંટણી જંગ જોવા મળશે

હાલ મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ હોવાથી એક જ પરિવારના દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુએ સરપંચ બનવા ઉમેદવારી નોંધાવી છે.  સરપંચ ઉમેદવાર તરીકે ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નં.5 માંથી કાકા-બાપાના દિકરા જયેશ કાનજીભાઈ બોખાણી તથા જયેશ ધનજીભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે.

આમ નારણકા ગામમાં દેરાણી-જેઠાણી તેમજ ભત્રીજા વહુ વચ્ચે તેમજ કાકા-બાપાના દીકરા વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/