મોરબીના પંચાસર રોડ પર મારામારીના બાનાવમાં માં સામસામી ફરિયાદ નોંધાઇ

0
49
/
પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ભૂંભરની વાડીના નાકે રસ્તાની વચ્ચે ઉભા રખેલા મોટર સાયકલને દૂર કરવા મામલે બોલાચાલી થયા બાદ મામલો બીચકયો હતો. અને જોતજોતામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. વાહનો તેમજ રહેણાંક મકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ જૂથ અથડામણની ઘટનામાં બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. તેમજ જૂથ અથડામણની ઘટનામાં સદામ હનીફ પાયક, શૈલેષ અમરશી કંઝારીયા, રમેશભાઈ અંણદાભાઈ કંઝારીયા, રમેશભાઈ મલાભાઈ કંઝારીયા, નાનુબેન અમરશીભાઈ કંઝારીયાને ઇજા થવાથી તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભૂંભરની વાડીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગનો ધંધો કરતા રમેશભાઈ મલાભાઈ કંઝારીયા (ઉ.વ.32) એ આરોપીઓ સદામ હનીફભાઈ પાયક, બિલાલ પાયક, રિયાઝ પાયક, સરફરાઝ કાદરભાઈ પાયક, કાદરભાઈ પાયક, એજાજ હનીફભાઈ, આસિફ ઓસમાણભાઈ સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે 10 વાગ્યાની આસપાસ પંચાસર રોડ ઉપર આવેલ ભૂંભરની વાડીના નાક પાસેથી ફરિયાદી પોતાની રીક્ષા લઈને કામધંધે જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ અહીંયા રસ્તાની વચ્ચે મોટર સાયકલ લઈને ઉભા હોય. જેથી, ફરિયાદી રીક્ષા નીકળવા માટે મોટર સાયકલ દૂર લેવાનું કહ્યું હતું. આ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડાના ધોકા, લોખડના પાઇપ, પથ્થરો સાથે ફરિયાદી અને સાહેદો ઉપર હુમલો કરીને તેમના વાહનો અને મકાનમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો.

જ્યારે સામાપક્ષે ફરિયાદી રિયાઝ હનીફભાઈ પાયકે આરોપીઓ રમેશભાઈ અણદાભાઈ કંઝારીયા, ભરતભાઇ સતવારા અને અશોકભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે પંચાસર રોડ ઉપર ભૂંભરની વાડી પાસે તેઓ અને સાહેદ મોટર સાયકલ રિપેરીગ કરતા હતા. તે વખતે આરોપીઓએ મોટર સાયકલ દૂર કરવા મામલે આરોપીઓએ ઝઘડો કરી ગાળો આપીને ફરિયાદી અને સાહેદો ઉપર લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/