મોરબીના પીપળી રોડ પર નળ ખોલવા બાબતે થયેલ તકરાર અંગેની જાણો સમગ્ર હકીકત

0
302
/
/
/

મોરબીના પીપળી રોડ પર ગઈ કાલે મોડી સાંજે નળ ખોલવાની બાબતે બે પરિવારો વચ્ચે બાઘડતી બોલી ગયાના સમાચારો મળેલ છે જેમાં ફરિયાદમાં આજનાવવામાં આવ્યા અનુસાર શિવપાર્ક-2માં રહેતા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ જયદેવસિંહ જાડેજા, શક્તિસિંહ ઉફે ભાણુભા, અને લાલાભાઈ પટેલ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે તેમના પત્ની સાથે પાણીના નળ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થયા બાદ આ બાબતનો ખાર રાખી 4 આરોપીઓ ગઈકાલે તેમના ઘરે આવ્યા હતા અને ફરિયાદી તથા તેમની પત્ની અને પુત્ર પર આરોપીઓ લાકડીના ધોકાથી માર માર્યો હતો પરંતુ આ સાથે ફરિયાદમાં એ પણ ઉલ્લેખ થવો જરૂરી છે કે આખરે આ ઘટના કેમ બની હતી

આ સમગ્ર ઘટના વિષે ની માહિતી મેળવવા જ્યારે ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક ના મુખ્ય કાર્યાલયે થી ટેલિફોનિક વાતચીત દરમિયાન ગજાનન પાર્ક સોસાયટી ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા એ વિગતો આપતા જણાવેલ હતું કે અમારા પર ફરિયાદ કારનાર  જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45 દ્વારા તેમને પાણી ના આવતું હોય તેને મુખ્ય લાઇન તોડી નાખેલ હતી જેના અનુસંધાને અમારા શિવપાર્ક ના રહિસ એવા લાલાભાઈ પટેલ તેમની સમજાવટ કરવા ગયેલ તો તેમને પણ ફરિયાદી એવા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ ખોટા કેસમાં ફિટ કરવી દઈસ તેવી ધમકીઓ આપતા આખરે સમજાવટ માટે અમે જતાં ફરિયાદી જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉશ્કેરાયેલ હાલતમાં હોય જેમ તેમ ગાળો બોલેલ જેથી ચકમક જરેલ અને ફરિયાદ કરવા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45 પોલિસ મથકે પહોંચી ગયેલ અને પોલીસ ને કહેલ કે આરોપીઓ એ છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ વાતે કોઈ જ પુરાવા ના હોવાથી પોલીસ દ્વારા પ્રશંસનીય તટસ્થ તાપાસ કરી આગળની યોગ્ય કાર્યવાહી કરેલ હતી અને જ્યારે સામાપક્ષે પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કમાં રહેતા શક્તિસિંહ ઉફે ભાણુભા મહાવીર સિંહ ઝાલાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ જીજ્ઞેશભાઈ દવે,કીર્તનભાઈ દવે અને દર્પણ દવેએ પાણીની વાલ્વ ચેક કરવા મામલે તેમની સાથે માથાકૂટ કરીને ફરિયાદીને લોખડની સાંકળ તથા લાકડાના ધોકા વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner